વાહનચાલકોને રાહત! BS-6 વાહનો માટે PUCC નિયમોમાં મોટા ફેરફારની તૈયારી
કેન્દ્ર સરકાર BS-6 વાહનો માટે PUCC નિયમોમાં ફેરફારની તૈયારી કરી રહી છે. ડ્રાફ્ટ મુજબ નવા વાહનોને લાંબી માન્યતા મળી શકે છે, જ્યારે BS-1થી BS-4 વાહનો માટે નિયમો વધુ કડક બનશે.
BS-6 PUCC Rules: કેન્દ્ર સરકાર BS-6 વાહનો માટે PUCC નિયમોમાં ફેરફારની તૈયારી કરી રહી છે. ડ્રાફ્ટ મુજબ નવા વાહનોને PUCCમાં લાંબી વેલીડીટી મળી શકે છે, જ્યારે BS-1થી BS-4 વાહનો માટે નિયમો વધુ કડક બનાવામાં આવશે.
દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. હવે BS-6 vehicles ધરાવતા લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, Ministry of Road Transport and Highways (MoRTH) દ્વારા PUCC (Pollution Under Control Certificate) સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જો આ ડ્રાફ્ટને અંતિમ મંજૂરી મળશે તો નવા BS-6 વાહનોના માલિકોને વારંવાર PUCC renewal કરાવવાની ઝંઝટમાંથી મોટી રાહત મળી શકે છે. જોકે, હાલમાં આ માત્ર ડ્રાફ્ટ પ્રસ્તાવ છે અને અંતિમ નિર્ણય સરકાર દ્વારા જાહેર થયા બાદ જ અમલમાં આવશે.
ડ્રાફ્ટ નોટિફિકેશનમાં શું પ્રસ્તાવ છે?
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ડ્રાફ્ટ મુજબ BS-6 કોમર્શિયલ વાહનો માટે પ્રદૂષણ પ્રમાણપત્રની માન્યતા અવધિમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. સરકારનો હેતુ નવા અને ઓછી પ્રદૂષણ ફેલાવતા વાહનો માટે નિયમોને વધુ વ્યવહારુ બનાવવાનો છે, જ્યારે વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર નિયંત્રણ વધુ કડક કરવાનો છે.
પ્રસ્તાવિત નિયમો
| વાહનની શ્રેણી | પ્રસ્તાવિત PUCC નિયમ |
|---|---|
| 6 વર્ષ સુધીના BS-6 વાહનો | PUCCની માન્યતા 3 વર્ષ સુધી કરવાનો પ્રસ્તાવ |
| 6થી 10 વર્ષ જૂના BS-6 વાહનો | દર વર્ષે PUCC Renewal કરાવવું પડશે |
| 10 વર્ષથી વધુ જૂના BS-6 વાહનો | દર 6 મહિને Pollution Test ફરજિયાત |
BS-1થી BS-4 વાહનો માટે નિયમો વધુ કડક બનશે
ડ્રાફ્ટમાં માત્ર BS-6 વાહનોને જ રાહત આપવાનો પ્રસ્તાવ નથી. વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો માટે નિયમો વધુ કડક બનાવવાની પણ તૈયારી છે.
BS-4 વાહનો માટે હાલની સરખામણીએ PUCC renewal દર છ મહિને કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્યારે BS-1, BS-2 અને BS-3 શ્રેણીના વાહનો માટે PUCCની માન્યતા માત્ર ત્રણ મહિના સુધી મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ છે. એટલે કે આવા વાહન માલિકોએ વર્ષમાં ચાર વખત પ્રદૂષણ પરીક્ષણ કરાવવું પડી શકે છે.
ભારત સ્ટેજ (BS) ધોરણો શું છે?
Bharat Stage (BS) Emission Norms એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ઉત્સર્જન ધોરણો છે. આ ધોરણો યુરોપિયન Euro Norms પર આધારિત છે અને વાહનોમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોની મર્યાદા નક્કી કરે છે.
BS-6 ધોરણો અગાઉના ધોરણોની તુલનામાં વધુ કડક હોવાથી આવા વાહનોમાંથી ઓછું પ્રદૂષણ થાય છે. સરકારનો પ્રયાસ દેશની હવાની ગુણવત્તામાં સુધારો લાવવાનો અને વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર નિયંત્રણ લાવવાનો છે.
વાહનચાલકો માટે શું મહત્વનું?
જો સરકાર આ ડ્રાફ્ટને મંજૂરી આપે છે તો BS-6 વાહનોના માલિકોને PUCC Certificate માટે વારંવાર પ્રદૂષણ ચકાસણી કેન્દ્ર પર જવાની જરૂર નહીં પડે. બીજી તરફ, જૂના BS-1થી BS-4 વાહન માલિકોએ વધુ નિયમિત રીતે Pollution Test કરાવવું પડશે. હાલમાં વાહનચાલકોએ સરકાર દ્વારા અંતિમ નોટિફિકેશન જાહેર થાય તેની રાહ જોવી પડશે, કારણ કે હાલ આ માત્ર પ્રસ્તાવિત ડ્રાફ્ટ છે.