માંડવીની ઓક્સવૂડ-1 સોસાયટીમાં 15 દિવસથી ગટર સમસ્યા, રહીશો પરેશાન
Monday, 24 Aug 2026 | 05:11 AM

માંડવીની ઓક્સવૂડ-1 સોસાયટીમાં 15 દિવસથી ગટર સમસ્યા, રહીશો પરેશાન

માંડવીની ઓક્સવૂડ-1 સોસાયટીમાં 15 દિવસથી ગટરની મુખ્ય લાઇન અને ચેમ્બરો ઊભરાતા રહીશો પરેશાન, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ચિંતા.

Author image
Snehlata Sinha
mandvi oxwood 1 society sewerage problem માંડવીની ઓક્સવૂડ-1 સોસાયટીમાં 15 દિવસથી ગટર સમસ્યા, રહીશો પરેશાન

માંડવી, તા. 17 : શહેરની ઓક્સવૂડ-1 સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટરની મુખ્ય લાઇન અને ચેમ્બરો ઊભરાવાની સમસ્યાથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગટરનું ગંદું પાણી રસ્તા પર તેમજ સોસાયટી આસપાસ ભરાઈ રહેતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.

ગટરનું પાણી લાંબા સમયથી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આ સ્થિતિને પગલે વિસ્તારમાં રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્યને લઈને રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.

રહીશોનો આક્ષેપ છે કે ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંબંધિત તંત્રને અનેક વખત મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ઓક્સવૂડ-1ના રહીશોએ તાત્કાલિક ધોરણે ઊભરાતી ગટર અને ચેમ્બરોની સફાઈ કરાવવા માંગ કરી છે. સાથે જ ગટર વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી વારંવાર ઊભી થતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને સોસાયટીમાં ગટર સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઓક્સવૂડ-1ના રહીશોએ કરી છે.

Related News