H-TAT Head Teacher Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો નિર્ણય, રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની ભરતી કરશે, પરિપત્ર જાહેર
Monday, 24 Aug 2026 | 07:13 AM

H-TAT Head Teacher Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો નિર્ણય, રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની ભરતી કરશે, પરિપત્ર જાહેર

H-TAT Head Teacher Recruitment: રાજ્ય સરકારે શિક્ષણ વિભાગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ખાલી પડેલી HTAT એટલેકે મુખ્ય શિક્ષકોની જગ્યા જલદીથી ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

Author image
Kutchh Uday
H-TAT Head Teacher Recruitment

આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાગુપડતા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં ખાલી પડેલી HTATની 1808 જગ્યાઓ ભરવા માટે ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. અને નવી જગ્યાઓની જરૂરીયાત અંગે પણ માહિતી મોકલવા સુચન કરવામાં આવ્યું છે.

આ ભરતી 1:1:2 રેશિયો મુજબ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરિક્ષા (સેમી ડાયરેક્ટ) દ્રારા કરવામાં આવશે.


Related News