પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો! 1 જુલાઈ 2026થી નવો પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો, જાણો નવી ફી
ભારતમાં 1 જુલાઈ 2026થી પાસપોર્ટની ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય 36 પેજના પાસપોર્ટ માટે હવે ₹2500 ચૂકવવા પડશે. નવો અને તત્કાલ પાસપોર્ટ કઢાવવાના તમામ નવા ચાર્જ વિશે વિગતવાર જાણો.
passport fee increase 2026: વિદેશ જવા માંગતા અથવા નવો પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહેલા નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં 1 જુલાઈ 2026 થી પાસપોર્ટની ફીમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. જો તમે નવો પાસપોર્ટ કઢાવવા માંગો છો અથવા જૂનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માંગો છો, તો હવે તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.
નવા નિયમો મુજબ, સામાન્ય અને તત્કાલ બંને કેટેગરીમાં પાસપોર્ટ બનાવવાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય 36 પેજના પાસપોર્ટ માટે અરજદારોએ હવે ₹2,500 ચૂકવવા પડશે.
ચાલો વિગતવાર જાણીએ 1 જુલાઈ 2026 થી લાગુ થતું નવું પાસપોર્ટ ફી સ્ટ્રક્ચર.
પુખ્ત વયના લોકો માટે પાસપોર્ટની નવી ફી (18 વર્ષ કે તેથી વધુ ઉંમરના માટે)
(નોંધ: 15 થી 18 વર્ષના સગીરો જો આ કેટેગરીમાં અરજી કરે તો તેમને પણ આ ફી લાગુ પડશે)
| અરજીની વિગત | સામાન્ય ફી | ઈમરજન્સી ફી |
| 36 પેજનો સામાન્ય પાસપોર્ટ (નવો/રિન્યુ) | ₹ 2,500 | ₹ 5,000 |
| 60 પેજનો સામાન્ય પાસપોર્ટ (નવો/રિન્યુ) | ₹ 3,500 | ₹ 6,000 |
| ગુમ/નુકસાન થયેલ પાસપોર્ટના બદલામાં (36 પેજ) | ₹ 5,000 | ₹ 7,500 |
| ગુમ/નુકસાન થયેલ પાસપોર્ટના બદલામાં (60 પેજ) | ₹ 6,000 | ₹ 8,500 |
સગીર બાળકો માટે પાસપોર્ટની નવી ફી (18 વર્ષથી ઓછી ઉંમરના)
બાળકોના પાસપોર્ટ કઢાવવા માટે પણ ફીમાં સુધારો કરવામાં આવ્યો છે:
| અરજીની વિગત | સામાન્ય ફી | ઈમરજન્સી ફી |
| 36 પેજનો સામાન્ય પાસપોર્ટ (નવો/રિન્યુ) | ₹ 1,750 | ₹ 4,250 |
| ગુમ/નુકસાન થયેલ પાસપોર્ટના બદલામાં (36 પેજ) | ₹ 4,250 | ₹ 6,750 |
ખાસ મુસાફરી દસ્તાવેજ અને અન્ય સેવાઓ
પાસપોર્ટ ઉપરાંત અન્ય સંબંધિત દસ્તાવેજોની ફી પણ નીચે મુજબ રહેશે:
| સેવાનું નામ | ફી |
| ઓળખનું પ્રમાણપત્ર (Certificate of Identity) | ₹ 1,000 |
| પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અથવા અન્ય સેવાઓ | ₹ 750 |
ખાસ નોંધ: જો તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા છો, તો 1 જુલાઈ પહેલા અરજી કરી દેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેથી તમે વધારાના ચાર્જથી બચી શકો.
(વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે હંમેશા પાસપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરો.)