25 હજારથી સસ્તા સ્માર્ટફોન થઈ શકે વધુ સસ્તા, GST 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ
25,000 રૂપિયાથી ઓછી કિંમતના Smartphone પર GST 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ કરવામાં આવી છે. જાણો સામાન્ય ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક Mobile Industryને શું ફાયદો થઈ શકે.
25,000 રૂપિયાથી ઓછી કિંમતના Smartphone પર GST 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ કરવામાં આવી છે. જાણો સામાન્ય ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક Mobile Industryને શું ફાયદો થઈ શકે.
Smartphone પર GST ઘટાડવાની ભલામણ, સામાન્ય ગ્રાહકોને મળી શકે મોટી રાહત
ભારતમાં 25,000 રૂપિયાથી ઓછી કિંમતનો Smartphone ખરીદવા ઈચ્છતા કરોડો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. Grant Thornton Bharat અને Policy Watch India Foundation (PWIF) દ્વારા તૈયાર કરાયેલા સંયુક્ત અહેવાલમાં કેન્દ્ર સરકારને બજેટ અને મિડ-રેન્જ સ્માર્ટફોન પર લાગતો GST 18 ટકાથી ઘટાડીને સીધો 5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આજના સમયમાં સ્માર્ટફોન માત્ર વૈભવી વસ્તુ નથી રહ્યો. ઓનલાઈન શિક્ષણ, Digital Banking, સરકારી સેવાઓ, UPI પેમેન્ટ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોન હવે દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત બની ગયો છે.
35 કરોડ લોકો હજુ પણ વાપરે છે કીપેડ ફોન
રિપોર્ટ મુજબ ભારતમાં હજુ પણ આશરે 35 કરોડ લોકો ફીચર ફોન અથવા કીપેડ ફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનની કિંમત અને તેના પર લાગતા ઊંચા ટેક્સના કારણે આ વર્ગ હજુ સુધી સ્માર્ટફોન અપનાવી શક્યો નથી.
જો સરકાર 25,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન પર GST ઘટાડવાનો નિર્ણય કરશે તો લાખો પરિવારો માટે સ્માર્ટફોન ખરીદવો વધુ સરળ બની શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રામીણ વિસ્તારોના લોકો અને ઓછી આવક ધરાવતા પરિવારોને તેનો સીધો લાભ મળી શકે છે.
25 હજારથી ઓછી કિંમતના ફોનનું બજારમાં મોટું વર્ચસ્વ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી અંદાજે બે તૃતીયાંશ સ્માર્ટફોનની કિંમત 25,000 રૂપિયાથી ઓછી હોય છે. એટલે કે દેશના સૌથી મોટા ગ્રાહક વર્ગ પર આ નિર્ણયની સીધી અસર પડી શકે છે.
વિશ્લેષકોનું માનવું છે કે સસ્તા સ્માર્ટફોન પર ટેક્સમાં ઘટાડો થશે તો Smartphone Marketમાં માંગ વધશે અને વધુ લોકો ડિજિટલ સેવાઓ સાથે જોડાઈ શકશે.
અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વધુ GST
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિયેતનામ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાં સ્માર્ટફોન પર ભારતની સરખામણીએ ઓછો ટેક્સ વસૂલવામાં આવે છે. તેના કારણે ત્યાં સ્માર્ટફોન વધુ સસ્તા મળે છે અને સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે.
રિપોર્ટનું માનવું છે કે ભારતમાં પણ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો Digital India અભિયાનને વધુ વેગ મળશે અને સ્થાનિક મોબાઇલ ઉત્પાદન ક્ષેત્ર વધુ મજબૂત બની શકે છે.
પ્રીમિયમ સ્માર્ટફોન પર હાલનો જ ટેક્સ રાખવાની ભલામણ
અહેવાલમાં માત્ર 25,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન પર જ GST ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે. જ્યારે તેનાથી વધુ કિંમતના પ્રીમિયમ સ્માર્ટફોન પર હાલનો 18 ટકા GST યથાવત રાખવાનો સૂચન કરવામાં આવ્યો છે.
આ પગલાથી સરકારની ટેક્સ આવક પર મોટો પ્રભાવ નહીં પડે અને બીજી તરફ સામાન્ય ગ્રાહકોને સસ્તા દરે સ્માર્ટફોન ઉપલબ્ધ થઈ શકે છે. સાથે જ સ્થાનિક મોબાઇલ કંપનીઓના વેચાણમાં વધારો થવાની અને રોજગારીની નવી તકો સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારનો અંતિમ નિર્ણય બાકી
હાલમાં આ માત્ર એક ભલામણ છે અને કેન્દ્ર સરકાર તરફથી GST ઘટાડવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સરકાર આ સૂચન સ્વીકારશે કે નહીં તે આગામી નીતિગત નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.