RCBની જીત બાદ વિરાટ-અનુષ્કાનો ધમાકેદાર ડાન્સ, VIDEO થયો વાયરલ
Tuesday, 16 Jun 2026 | 07:56 AM

RCBની જીત બાદ વિરાટ-અનુષ્કાનો ધમાકેદાર ડાન્સ, VIDEO થયો વાયરલ

IPL 2026માં RCBની ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડાન્સ ફ્લોર પર જોરદાર ઉજવણી કરી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

virat kohli anushka sharma dance after rcb ipl 2026 win
Author image
Kutchh Uday

IPL 2026નું ટાઇટલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઉજવણીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વીડિયો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો છે. RCB સતત બીજી વખત IPL ચેમ્પિયન બનતા બંનેએ ડાન્સ ફ્લોર પર શાનદાર ડાન્સ કરીને ઉજવણી કરી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં RCBએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. ટીમ હોટેલ પહોંચ્યા બાદ ખેલાડીઓએ જીતની ખુશી અનોખી રીતે વ્યક્ત કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ડાન્સ ફ્લોર પર મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

RCB દ્વારા શેર કરાયેલા વીડિયોમાં વિરાટ અને અનુષ્કા ટીમના અન્ય ખેલાડીઓ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. IPL દરમિયાન બંનેને આ રીતે ખુલ્લેઆમ ડાન્સ કરતા ભાગ્યે જ જોવામાં આવ્યા હોય. જીતની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી.

અનુષ્કા શર્મા માત્ર ડાન્સ જ નહીં પરંતુ ઉજવણીની યાદોને કેમેરામાં કેદ કરતી પણ જોવા મળી હતી. તેમણે ખેલાડીઓ અને ટીમ સ્ટાફના અનેક વીડિયો પણ બનાવ્યા હતા.

ટીમ હોટેલ બહારથી જ શરૂ થઈ ગઈ હતી ઉજવણી

ટ્રોફી જીત્યા બાદ જ્યારે RCBના ખેલાડીઓ ટીમ હોટેલ પહોંચ્યા ત્યારે ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલના તાલ સાથે ખેલાડીઓ નાચતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી પણ આ ઉજવણીમાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા.

જીતની ખુશીમાં આખી ટીમે એક પરિવારની જેમ ઉજવણી કરી હતી, જેના વીડિયો હવે ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યા છે.

ક્રુણાલ પંડ્યાએ ભાંગડા સાથે જમાવ્યો રંગ

ઉજવણીની શરૂઆત RCBના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ ટ્રોફી હાથમાં લઈને ભાંગડા સાથે કરી હતી. થોડા જ સમયમાં વિરાટ કોહલી પણ તેમની સાથે જોડાયા અને બંનેએ ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો.

આ દૃશ્યે ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વધુ ઉત્સાહ ભરી દીધો હતો. ટ્રોફી જીત્યા બાદની આ ઉજવણી ચાહકો માટે પણ યાદગાર બની ગઈ છે.

ફાઇનલમાં વિરાટ કોહલી રહ્યા જીતના હીરો

ગુજરાત ટાઇટન્સ દ્વારા અપાયેલા 156 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે 42 બોલમાં અણનમ 75 રન ફટકારી RCBને વિજય અપાવ્યો હતો. તેમની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો.

IPL 2026 દરમિયાન વિરાટ કોહલી RCB માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. તેમણે 16 મેચમાં 675 રન નોંધાવ્યા હતા, જેમાં એક સદી અને પાંચ અડધી સદીઓનો સમાવેશ થાય છે.

ક્રુણાલ પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન પણ રહ્યું મહત્વનું

RCBને ચેમ્પિયન બનાવવામાં ક્રુણાલ પંડ્યાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું હતું. તેમણે સમગ્ર સિઝનમાં બેટથી 226 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 14 વિકેટ ઝડપી હતી.

RCB સાથે ક્રુણાલ પંડ્યાનો આ બીજો IPL ખિતાબ રહ્યો જ્યારે તેમની કારકિર્દીનો કુલ પાંચમો IPL ખિતાબ બન્યો છે.

Related News