Best Place Kutch: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ વેકેશનની મજા માણો કચ્છના ફરવાલાયક સ્થળોમાં
Best Place Kutch: કચ્છના ફરવાલાયક સ્થળો: ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ફરવા નીકળવા માટે રાહ જોતાં હોય છે. ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજયોની સફરે ફરવા નીકળી પડતાં હોય છે. આ સમયે એક વાક્ય યાદ આવે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જો તમે પણ તમારા ફેમેલી સાથે આ વેકેશન દરમિયાન કચ્છમાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હોવ તો અમે આજે તમને Best Place Kutch એટ્લે કે કચ્છના ફરવાલાયક સ્થળોની માહિતી આપીશું.
Best Place Kutch: કચ્છના ફરવાલાયક સ્થળો: ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ફરવા નીકળવા માટે રાહ જોતાં હોય છે. ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજયોની સફરે ફરવા નીકળી પડતાં હોય છે. આ સમયે એક વાક્ય યાદ આવે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જો તમે પણ તમારા ફેમેલી સાથે આ વેકેશન દરમિયાન કચ્છમાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હોવ તો અમે આજે તમને Best Place Kutch એટ્લે કે કચ્છના ફરવાલાયક સ્થળોની માહિતી આપીશું.
Best Place Kutch
લગભગ શાળાઓમાં વેકેશન શરૂઆત થઈ ગઈ છે. પરીક્ષા આપી બાળકો અને વાલીઓ હલવાસ અનુભવી રહ્યા છે. અને વેકેશન પડતા ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. કચ્છના વિવિધ પ્રવશન સ્થળો આવેલો છે. જેમાં ભુજ સહિત કચ્છ માં જોવાલાયક સ્થળોની મુલાકાત અચૂકપણે લઈ શકાય છે.
કચ્છના ફરવાલાયક સ્થળો
આ કચ્છના ફરવાલાયક સ્થળો ની માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.
1. હ્રદય સરિખું હમીરસર તળાવ
ભુજ શહેરનું હ્રદય સરિખું સ્થળ એટ્લે હમીરસર તળાવ. જે શહેરની મધ્યમાં આવેલું છે. ચોમાસા દરમિયાન હમીરસર તળાવ છલકાય તો તેની ઓગણની ખુશીમાં લોકોને જોવા લાયક હોય છે. આ તળાવની આજુબાજુ અનેક આકર્ષણના સ્થળો છે. ભુજની આ જ્ગ્યા અતિ સુંદર છે.
2. છતરડી
ભુજના હમીરસર તળાવની બાજુએ આવેલી છતરડી રાજાશાહી સામના રાજપરિવારના સભ્યોનું સમાધિ સ્થળ હતું. છતરડી ભૂકંપમાં જર્જરિત થયેલી જગ્યા હતી. પણ આજે આ છતરડીને જોવા અનેક લોકો આવે છે. અહી ખાસ લોકો પ્રિવેડિંગ ફોટોશૂટ કરવા માટે આવે છે. હમ દિલ ડે ચૂકે સનમ ફિલ્મ શૂટિંગ થયા પછી આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે લોકો માટે આ એક સુંદર જગ્યા છે.

3. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ
ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ એ ભુજ તાલુકા પંચાયત પાસે આવેલું છે. ભુજની મુલાકાત આ મ્યુઝિયમ વગર અધૂરી ગણાય છે. કેમ કે આ મ્યુઝિયમ ગાગરમાં સાગર સમાન છે કચ્છનું ભરતકામ, જૂના વાસણો, લીપણ, વાજિંત્રો, માટીકામ, મોતીકામ, ચિત્રો અને ભૂંગા સહિત અનેક પ્રાચીન અર્વાચીન વસ્તુઓનો સંગ્રહ કરેલો છે જે જોવાલાયક છે.

4. પ્રાગમહેલ
પ્રાગમહેલએ ભુજના દરબરગઢમાં આવેલું છે. આ મહેલમાં તમને બ્રિટિસ બાંધકામ જોવા મળશે. હિન્દી ફિલ્મ લગાન તથા હમ દિલ ડે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ આ મહેલમાં કરવામાં આવ્યું હતું. ઇટાલિયન શૈલીના પ્રાગમહેલમાં આ સિવાય ઘણી ગુજરાતી ફિલ્મો અને ગીતો માટે પણ આ મહેલના અંદર અને બહારના દ્રશ્યો પસંદ કરવામાં આવ્યા હતા. પ્રાગમહેલમાં 150 ફૂટ ઊંચું ક્લોક ટાવર પણ આવેલું છે.

5. દરબારગઢ અને શરાફબઝાર
પ્રાગમહેલમાં દેશ વિદેશથી લોકો ફરવા આવતા હોય છે. ત્યારે ત્યાં પણ કચ્છી વસ્તુઓની દુકાન આવેલી છે. તથા દરબાર ગઢ અને શરાફ બઝારમાં કચ્છી પ્રેરિત વસ્તુઓ જોવા મળે છે. લોકો અહીથી કચ્છી પ્રેરિત વસ્તુઓની ખરીદી કરી શકે છે. અહી કચ્છી સ્કર્ટ, પર્સ, કચ્છી શાલ, દુપટ્ટા, બંધની ડ્રેસ તથા સાળીની ખરીદી કરી શકે છે.

6. સ્મૃતિવન મેમોરિયલ
કચ્છમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં અહી ભૂકંપ સ્મારક બનાવવામાં આવ્યું છે. ભુજના ભુજીયા ડુંગર પર આવેલું આ એક પ્રવાસન સ્થળ છે. મ્યુઝિયમમાં 7 અલગ અલગ વિષયો પર આધારિત પ્રદર્શન વિભાગનો સમાવેશ કરવામાં આવે છે.

7. રીઝનલ સાયન્સ સેન્ટર
બાળકોને ફરવાની સાથે વિજ્ઞાન ક્ષેત્રે રસ જગાવવા માટે આવા સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગુજરાતમાં પહેલું રીઝનલ સાયન્સ સેન્ટર ભુજના ભુજીયા ડુંગર પર આવેલું છે. આ વિશાળ મ્યુઝિયમમાં 6 ગેલેરી આવેલી છે. સૂર્યાસ્ત બાદ પ્રવાસીઓને આકસ દર્શન કરાવવા પણ વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. બાળકો માટે આ સ્થળની આવશ્ય મુલાકાત લેવી જોઈએ.
