નીતિ ટેલરનો ચોંકાવનારો ખુલાસો, એક્સ બોયફ્રેન્ડે સિગારેટથી ડામ આપ્યા અને થપ્પડ પણ મારી
ટીવી એક્ટ્રેસ નીતિ ટેલરે રિયાલિટી શો The Traitorsમાં પોતાના Toxic Relationship વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે એક્સ બોયફ્રેન્ડે સિગારેટથી ડામ આપ્યા અને તેની સાથે મારપીટ પણ કરી હતી.
ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી Neeti Taylor ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે કોઈ નવા શો કે પ્રોજેક્ટને કારણે નહીં, પરંતુ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસાને કારણે. Amazon Prime Video પર સ્ટ્રીમ થઈ રહેલા રિયાલિટી શો The Traitors દરમિયાન નીતિએ પોતાના ભૂતકાળના એક એવા સંબંધ વિશે વાત કરી, જેને સાંભળીને શોમાં હાજર તમામ સ્પર્ધકો અને તેના ચાહકો ભાવુક થઈ ગયા.
નીતિએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તે એક Toxic Relationshipમાં હતી. પ્રેમના નામે તેને માનસિક અને શારીરિક બંને પ્રકારની પીડાનો સામનો કરવો પડ્યો હતો.

સિગારેટથી ડામ આપ્યા, શરીર પર આજે પણ છે નિશાન
શો દરમિયાન નીતિ ટેલરે જણાવ્યું કે તેના પૂર્વ બોયફ્રેન્ડનું વર્તન અત્યંત હિંસક હતું. ગુસ્સામાં તેણે નીતિની જાંઘ પર સળગતી સિગારેટથી ડામ આપ્યા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે આ ઘટનાના નિશાન આજે પણ તેના શરીર પર છે.
પોતાની વાત દરમિયાન તેણે સહ-સ્પર્ધકોને જાંઘ પર રહેલા તે ડાઘ પણ બતાવ્યા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બર્થડેના દિવસે મારી થપ્પડ
નીતિએ વધુ એક ગંભીર ખુલાસો કરતાં જણાવ્યું કે તેના જન્મદિવસે પણ પૂર્વ બોયફ્રેન્ડે તેની સાથે મારપીટ કરી હતી. તેણે કહ્યું કે તે દિવસે અચાનક તેનો ગુસ્સો કાબૂ બહાર ગયો અને તેણે નીતિને થપ્પડ મારી હતી.
અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, થપ્પડ માર્યા બાદ તેણે માત્ર એટલું કહ્યું હતું કે, "અલવિદા, ફરી મળીશું."
નીતિએ કહ્યું કે તે સમયે તે ખૂબ નાની ઉંમરની હતી અને સંબંધોમાં લોકોના સ્વભાવને યોગ્ય રીતે સમજી શકતી નહોતી. પાછળથી તેને સમજાયું કે તે વ્યક્તિ અત્યંત સનકી અને હિંસક સ્વભાવનો હતો.

Domestic Violence જેવા ગંભીર મુદ્દા પર ખુલીને કરી વાત
શો દરમિયાન નીતિ ટેલરે કહ્યું કે આવા સંબંધમાંથી બહાર આવવું સરળ નહોતું. જોકે, આજે તે પોતાની વાત ખુલ્લેઆમ શેર કરી રહી છે જેથી અન્ય યુવતીઓ પણ Abusive Relationship અને Domestic Violence જેવા ગંભીર મુદ્દાઓને ઓળખી શકે અને સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે.
તેના આ ખુલાસાને સોશિયલ મીડિયા પર પણ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો નીતિની હિંમતના વખાણ કરી રહ્યા છે અને મુશ્કેલ સમયમાંથી બહાર આવીને પોતાની કહાની શેર કરવા બદલ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

'કૈસી યે યારિયાં'થી મળી હતી ઓળખ
નીતિ ટેલરે ટીવી શો Kaisi Yeh Yaariaanમાં નંદિનીના પાત્રથી ઘર-ઘરમાં ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેણે અનેક લોકપ્રિય ટીવી શો અને વેબ પ્રોજેક્ટમાં કામ કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. હાલ The Traitorsમાં તેની હાજરી ફરી ચર્ચાનો વિષય બની છે.
