10 વર્ષ સુધી નર્સ સાથે સંબંધ, હવે 2 કરોડની છેતરપિંડીનો આરોપ; ડૉક્ટરે નોંધાવી ફરિયાદ
Friday, 24 Jul 2026 | 08:50 PM

10 વર્ષ સુધી નર્સ સાથે સંબંધ, હવે 2 કરોડની છેતરપિંડીનો આરોપ; ડૉક્ટરે નોંધાવી ફરિયાદ

65 વર્ષીય ડૉક્ટરે મહિલા નર્સ સામે 2 કરોડ રૂપિયા પડાવ્યા, બ્લેકમેલ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી અને સતત ફોન કરીને હેરાન કરવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

doctor accuses nurse of blackmail 2 crore case
Author image
Kutchh Uday

Ahmedabad: 65 વર્ષીય ડૉક્ટરે મહિલા નર્સ સામે 2 કરોડ રૂપિયા પડાવ્યા, બ્લેકમેલ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી અને સતત ફોન કરીને હેરાન કરવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

એક 65 વર્ષીય ડૉક્ટરે મહિલા નર્સ સામે ગંભીર આરોપો લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બંને છેલ્લા આશરે 10 વર્ષથી સંપર્કમાં હતા. ડૉક્ટરનો આરોપ છે કે મહિલા નર્સે આ સમય દરમિયાન તેમને બ્લેકમેલ કરીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને અલગ-અલગ સમયે કુલ અંદાજે ₹2 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પહેલાં બંને વચ્ચે ફરી વિવાદ થયો હતો. તે દરમિયાન નર્સે તેમને શક્તિ વધારવાના બહાને બે Viagra ગોળીઓ લેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે તેનો ઇનકાર કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

અમદાવાદ ગયા બાદ સતત ફોન કરવાનો આરોપ

ફરિયાદમાં ડૉક્ટરે વધુમાં જણાવ્યું છે કે વિવાદ બાદ જ્યારે તેઓ અમદાવાદ ગયા હતા ત્યારે મહિલા નર્સે તેમને સતત ફોન કર્યા હતા. ડૉક્ટરનો દાવો છે કે માત્ર એક જ દિવસમાં લગભગ 1,000 જેટલા કોલ કરવામાં આવ્યા હતા.

ડૉક્ટરના આરોપ મુજબ, નર્સે તેમના ઉપયોગ માટે અલગ મોબાઇલ અને સિમ કાર્ડ પણ આપ્યું હતું. તે સિમ અને મોબાઇલની મદદથી તેમની location tracking કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બ્લેકમેલ અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીનો દાવો

ડૉક્ટરે ફરિયાદમાં જણાવ્યું છે કે મહિલા નર્સ વારંવાર બ્લેકમેલ કરીને રૂપિયા માંગતી હતી. પૈસા નહીં આપ્યે તેમની સામે ખોટા કેસ નોંધાવવાની ધમકી આપવામાં આવતી હતી. આ માનસિક દબાણને કારણે તેઓ લાંબા સમયથી પરેશાન હતા અને અંતે પોલીસનો સહારો લેવાનો નિર્ણય કર્યો.

હાલ પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. બંને પક્ષના નિવેદનો તેમજ ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: હાલમાં આ મામલામાં ડૉક્ટર દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધારે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સત્તાવાર હકીકત સ્પષ્ટ થશે.

Related News