Gandhinagar News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર
Thursday, 23 Jul 2026 | 05:47 PM

Gandhinagar News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકાર હાઈ એલર્ટ પર છે. South Gujarat સહિત અનેક જિલ્લામાં Heavy Rain Alert જાહેર, NDRF-SDRF તૈનાત.

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
Author image
Kutchh Uday

Gandhinagar News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકાર હાઈ એલર્ટ પર છે. South Gujarat સહિત અનેક જિલ્લામાં Heavy Rain Alert જાહેર, NDRF-SDRF તૈનાત.

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન Heavy Rain Alert જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અદ્યતન પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કામગીરીની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

આ અંગે આજે ગાંધીનગર સ્થિત State Emergency Operation Center ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને Weather Watch Groupની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી સ્થિતિ, નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના

બેઠક દરમિયાન રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી તૈયારીઓ અંગેની માહિતી મેળવી હતી. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિ સર્જાય તો તેની જાણ તાત્કાલિક State Control Roomને કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરાયેલા સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન Weather Forecastના આધારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.

NDRF અને SDRFની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત

સંભવિત આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે NDRF અને SDRFની ટીમોને જરૂરી સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી મદદ પહોંચાડવાનો છે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સૌથી વધુ શક્યતા?

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીના કારણે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

22 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

22 અને 23 જુલાઈ દરમિયાન અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

24 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

ડેમ, રસ્તા અને જળાશયો પર સતત નજર

રાહત કમિશનરે જણાવ્યું હતું કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય ડેમ અને જળાશયોની સ્થિતિ પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આવક અને જળસ્તરની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.

વરસાદના કારણે જો કોઈ માર્ગ બંધ થાય તો વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક રસ્તાઓ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ

રાજ્ય સરકારે નાગરિકોને આગામી કેટલાક દિવસો સુધી હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર નજર રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને ભારે વરસાદ દરમિયાન નદી, નાળા તેમજ જળાશયોની નજીક ન જવાની અપીલ કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Related News