પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 17 ઓગસ્ટથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI Wireless, Technical Operator, PSI Motor Transport અને Head Constable Driver ભરતી માટે 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા જાહેર કરી છે. OJAS પરથી 17 ઓગસ્ટથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વિવિધ ટેક્નિકલ અને અધિકારી કક્ષાની ભરતી માટે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 23 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા યોજાશે. ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો 17 ઓગસ્ટ 2026ના બપોરે 2 વાગ્યાથી OJAS Website પરથી પોતાનું Call Letter ડાઉનલોડ કરી શકશે.
ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષાની તૈયારી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
કઈ ભરતી માટે પરીક્ષા યોજાશે?
આ લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ વિવિધ જગ્યાઓ માટે લેવામાં આવશે.
| ભરતીનું નામ | જગ્યાઓ |
|---|---|
| Police Sub Inspector (Wireless) | 172 |
| Technical Operator | 698 |
| Police Sub Inspector (Motor Transport) | 35 |
| Head Constable Driver Mechanic Grade-1 | 45 |
કોમન ઉમેદવારો માટે મહત્વની માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર Common Candidatesને એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની સુવિધા આપવામાં આવશે. આ માટે કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી જાહેર કરવામાં આવી છે.
જો કોઈ ઉમેદવારનું નામ આ યાદીમાં સામેલ ન હોય તો તે 10 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યા સુધી ભરતી બોર્ડ સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે.
ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું?
ઉમેદવારોએ OJAS Website પરથી સમયસર Call Letter ડાઉનલોડ કરવું, તેમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર, સમય અને જરૂરી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી તેમજ પરીક્ષાના દિવસે જરૂરી ઓળખપત્ર સાથે સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું.
લેખિત પરીક્ષા સંબંધિત કોઈપણ નવી સૂચના અથવા ફેરફાર માટે ઉમેદવારોએ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને OJASની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.