કિંજલ રબારીના ફરી લગ્નની ચર્ચાએ પકડ્યો જોર, મુકેશ દેસાઈ સાથે લગ્ન થયાની વાત
લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા અને નજીકના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કિંજલ રબારીએ ફરી લગ્ન કરી લીધા છે. આ વખતે...
લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા અને નજીકના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કિંજલ રબારીએ ફરી લગ્ન કરી લીધા છે. આ વખતે તેમના જ સમાજના યુવક મુકેશ દેસાઈ સાથે લગ્ન થયા હોવાની વાત સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે મુકેશ દેસાઈ ગોતરકા ગામના વતની છે અને તેઓ વ્યવસાયે શિક્ષક હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ કિંજલ રબારી અને મુકેશ દેસાઈએ નજીકના લોકોની હાજરીમાં ખાનગી રીતે લગ્ન કર્યા છે. જોકે, આ અંગે કિંજલ રબારી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
કિંજલ રબારીના અગાઉના લગ્નની વાત કરીએ તો તેમણે 2 મે 2024ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ રબારી અને માલધારી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારબાદ કિંજલ રબારી પોતાના ઘરે પરત જતાં મામલો ધીમે ધીમે શાંત થયો હતો.
હવે કિંજલ રબારીના ફરી લગ્ન થયાની ચર્ચા સામે આવતા તેમના અંગત જીવનને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ 11 ઓગસ્ટે તેમના છૂટાછેડા થયા બાદ મુકેશ દેસાઈ સાથે લગ્ન થયાની વાત કરવામાં આવી રહી છે.
જોકે, આ સમગ્ર મામલે હાલમાં માત્ર ચર્ચાઓ જ સામે આવી રહી છે. કિંજલ રબારી અથવા તેમના પરિવાર તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેથી મુકેશ દેસાઈ સાથે ખરેખર લગ્ન થયા છે કે નહીં, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા બાદ જ ચોક્કસ માહિતી સામે આવશે.